Instructions

          SMVS Got Talent 2024 સ્પર્ધાની મુખ્ય થીમ છે – 'THE GURU'.  જે સાચા અને અજોડ (Unique) ગુરુ હોય તેમના માટે જ ‘THE GURU’ Title  વાપરી શકાય. એટલે જ સ્વયં શ્રીજીમહારાજે પણ વરતાલના 18માં વચનામૃતમાં કહ્યું છે કે “તમારો સર્વેનો આચાર્ય ને ગુરુ ને ઉપદેષ્ટા ને ઇષ્ટદેવ હું છું”. ગુરુદેવ પ.પૂ.બાપજી પણ કાયમ આ સમજાવતા કહેતા “આ ચાર સીટ (આચાર્ય, ગુરુ, ઉપદેષ્ટા, ઇષ્ટદેવ) મહારાજે પોતાના માટે અનામત રાખી છે. અર્થાત અનંતકોટી બ્રહ્માંડમાં એક શ્રીજીમહારાજ માટે આ ચાર ટાઈટલ વપરાય અને સ્વયં શ્રીજીમહારાજ જેમના સંપૂર્ણ કર્તા હોય તેમના માટે વપરાય” અર્થાત જેમના રોમરોમપણે સંપૂર્ણ કર્તા શ્રીજીમહારાજ હોય તેમના માટે પણ ‘THE GURU’ Title વાપરી શકાય.

          શ્રીજીમહારાજે કૃપા કરી SMVS સમાજને ગુરુદેવ પ.પૂ.બાપજી અને વ્હાલા ગુરુજીની અણમોલ ભેટ આપી છે. “પોતે અખંડ મૂર્તિમાં રહે છે, સંકલ્પે શ્રીજી દેખાય રે…” એ ન્યાયે સત્પુરુષ અખંડ મૂર્તિમાં રહે છે અને તેમના સંપૂર્ણ કર્તા શ્રીજીમહારાજ છે. માટે મહારાજને લઈને સત્પુરુષને પણ ‘THE GURU’ તરીકે સંબોધી શકાય. તેથી આપણી આ સ્પર્ધાની મુખ્ય થીમ પણ ‘THE GURU’ રાખેલ છે.

          આ સ્પર્ધામાં આપ વ્યક્તિગત રીતે અથવા એક કરતા વધુ સભ્યો ગ્રૂપમાં મળીને કૃતિ તૈયાર કરી શકશો. કૃતિઓ તૈયાર કરવા માટે આપ સત્સંગી કે બિનસત્સંગી કોઈ પણ નિષ્ણાત (expert) સભ્યોની મદદ લઇ શકશો.

Topics

1. શ્રીજીમહારાજ કથીત સત્પુરુષનો મહિમા

2. ગુરુદેવ-ગુરુજીની એકતા

3. ગુરુઋણ

4. ગુરુગુ

5. ગુરુસંગે ગુરુજન

ઉપરોક્ત દિશરૂપે જણાવેલ વિષયો તથા એ સિવાય પણ અન્ય વિષયો પર કૃતિ તૈયાર કરી શકાશે.

નોંધ: સર્જનાત્મક કૃતિ કે રચનાઓ તૈયાર કરવા માટે જરૂરી રિસોર્સીસ (ગ્રાફિક્સલક્ષી, વીડિયોલક્ષી, લેખનલક્ષી...) સંસ્થા વતી આપને પહોંચાડવામાં આવશે. તે માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.

સ્પર્ધા (Competition)ના રાઉન્ડની વિગત 

Creation Criteria

2. લેખન ક્રિએશન

3. આર્ટ & ક્રાફ્ટ ક્રિએશન

ઉપરોક્ત જણાવેલ ત્રણેય કેટેગરીમાં કેવી કૃતિઓ બનાવી શકાય તેના ડેમો રૂપ કૃતિઓ જોવા માટે અહીં ક્લિક કરો.

Submission System 

Evaluation System (મૂલ્યાંકન પધ્ધતિ)

નોંધ : નીચેના મૂલ્યાંકનના મુદા પ્રમાણે Judge ટીમ qualityના pointsનો નિર્ણય લેશે. આપના દ્વારા તૈયાર કરેલ કૃતિની Qualityના આધારે મૂલ્યાંકન કરવામાં આવશે. તે મૂલ્યાંકનમાં કયા મુદ્દા ધ્યાનમાં લેવામાં આવશે તેની વિગત નીચે કેટેગરીવાઈઝ જણાવેલ છે.

2. લેખન ક્રિએશન

3. આર્ટ & ક્રાફ્ટ ક્રિએશન

નોંધ : 

દા.ત:- નવા કીર્તનની રચના કરી હોય (1st Skill) તેનું Audio Rec. કર્યું હોય (2nd Skill), તેના પર Video Documentary બનાવી હોય (3rd Skill)… આ મુજબ Multi-Skill મુજબ Points ગણવામાં આવશે.

Social Media Promotion Criteria

શેનું પ્રમોશન કરવું ?

સોશિયલ મીડિયાના 3 પ્લેટફોર્મ પર SMVSની channelનું પ્રમોશન કરવાનું રહેશે.

શેનું પ્રમોશન કરવું ?

સોશિયલ મીડિયાના 3 પ્લેટફોર્મ પર SMVSની channelનું પ્રમોશન કરવાનું રહેશે.

કેવી રીતે પ્રમોશન કરવું ?

જેટલા સભ્યોને ત્રણમાંથી જેટલી ચેનલમાં Subscribe(સબસ્ક્રાઇબ) કરાવ્યું હોય તેનો સ્ક્રીનશોટ ઝોનલ લેવલે જમા કરાવવાના રહેશે.
(વધુ માહિતી માટે પોતાના સેન્ટરના પૂ.ત્યાગીમુક્તોનો સંપર્ક કરવો.)

ક્યાં પ્રમોશન કરવું?

પોતાના ઝોનમાં જ પ્રમોશન કરવાનું રહેશે.

ક્યારે પ્રમોશન કરવું?

પોતાના ઝોનના ગ્રુપની કોમ્પિટિશન ચાલુ હોય એ સમય દરમ્યાન પ્રમોશન કરવાનું રહેશે. 

ખાસ નોંધ: સોશિયલ મીડિયા પ્રમોશનમાં જે સભ્યોને જોડાવાનું છે તેમને કોઈ પ્રકારનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે નહીં. માત્ર જેમને creationમાં ભાગ લેવાનો છે તેમને જ registration કરવું.

Marking System - 1 Subscription = 2 Points

Reward System

Live Dashboard

Certification

Winners Award

Group Trophy